પાકિસ્તાને ઇરાન સાથે કર્યો વિશ્વાસઘાત! દોસ્તીના નામે રમી ડબલ ગેમ



પાકિસ્તાને ઇરાન સાથે કર્યો વિશ્વાસઘાત! દોસ્તીના નામે રમી ડબલ ગેમ



Pakistan Betray Iran: ઈરાન-અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. જ્યારે પાકિસ્તાન પોતાને અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે રજૂ કરી રહ્યું છે, ત્યારે ઈરાનમાં તેના ઈરાદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન નારાજ છે કે અત્યંત સંવેદનશીલ હોર્મુઝ સ્ટ્રેટમાં પાકિસ્તાનની તાજેતરની પ્રવૃત્તિઓએ વિશ્વાસ તોડ્યો છે. હકીકતમાં ઇરાન કડક હોવા છતાં, આ માર્ગ દ્વારા કેટલાક મિત્ર દેશોના જહાજોને મર્યાદિત રીતે પસાર થવાની મંજૂરી આપી હતી, જેમાં પાકિસ્તાનના આશરે 10 તેલ ટેન્કરનો સમાવેશ થાય છે. જો કે, હવે એવું બહાર આવ્યું છે કે ટ્રમ્પને આ જહાજોનો ફાયદો થઈ રહ્યો છે.
જે પાકિસ્તાની જહાજોને પસાર થવા દેવામાં આવ્યા હતા તેનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો હતો, જેનાથી પરોક્ષ રીતે અમેરિકાને ફાયદો થયો. આ કૃત્ય ઈરાન માટે વધુ ઉશ્કેરણીજનક બન્યું છે. કારણ કે, અમેરિકન રાષ્ટ્રપતિએ તેની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની ધ્વજ લહેરાવતા 10 અમેરિકન જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી, જેને તેમણે સકારાત્મક સંકેત ગણાવ્યો હતો. જો કે, જ્યારે ટ્રમ્પે આ કહ્યું, ત્યારે તેઓ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, ઈરાન સંપૂર્ણપણે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી ચૂક્યું છે. તેમણે કહ્યું કે, ઈરાને માફી માંગી છે. 10 ઓઇલ ટેન્કર મોકલવામાં આવ્યા છે.
શું પાકિસ્તાને ઈરાનનો વિશ્વાસ તોડ્યો છે?
ઈરાનના દ્રષ્ટિકોણથી, આ ઘટનાક્રમ અત્યંત ગંભીર છે. કારણ કે એક દિવસ પહેલા જ ઈરાનના વિદેશ મંત્રીએ ભારત સહિત પાકિસ્તાનને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેહરાનમાં આને વિશ્વાસઘાત તરીકે જોવામાં આવી રહ્યું છે. મિત્રતાના આધારે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ હવે તેના દુશ્મનોના હિતમાં કામ કરતી હોય તેવું લાગે છે. આનાથી ઈરાનના રાજકીય અને વ્યૂહાત્મક વર્તુળોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન સતત એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે બંને દેશો વચ્ચે વાતચીતને સરળ બનાવવામાં ભૂમિકા ભજવી રહ્યું છે. તેણે અમેરિકાનો 15-મુદ્દાનો પ્રસ્તાવ ઈરાનને પહોંચાડ્યો અને પોતાને એક મધ્યસ્થી તરીકે રજૂ કર્યો હતો. જો કે, ઈરાને આ પ્રયાસોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે કોઈ મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ રહી નથી.




