પાંચ ગુજરાતીઓ સહિત કુલ 131 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ



પાંચ ગુજરાતીઓ સહિત કુલ 131 લોકોને પદ્મ પુરસ્કાર એનાયત, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો કાર્યક્રમ



Padma Awards Ceremony: રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી કુલ 131 પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે પાંચ ગુજરાતીઓને પણ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે કલા, સાહિત્ય, દવા, વિજ્ઞાન અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને દેશના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ વર્ષે 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્ર (મરણોત્તર), સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસ, કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદન (મરણોત્તર) સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
કયા ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળ્યો?
- અરવિંદ વૈદ્ય, આર્ટ
- રતિલાલ બોરીસાગર, સાહિત્ય
- ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર
- હાજી રમકડું, આર્ટ
- નિલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય
અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કાર
રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી પુરસ્કાર
ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી પુરસ્કાર
હાજુ રમકડુંને પદ્મશ્રી પુરસ્કાર
નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કાર




