દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્રણ યુવકો રસ્તા પર દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. જોકે, પોલીસની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવતા મામલો ગેરસમજનો હોવાનું બહાર આવ્યું હતું.