Jamnagar News : જામનગરમાં ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી મળ્યાની ફરિયાદ, જુઓ Video
Jamnagar News : જામનગરમાં ચવાણાના પેકેટમાંથી મૃત ગરોળી મળ્યાની ફરિયાદ, જુઓ Video
Jamnagar News : જામનગરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સની ચવાણાની પ્રોડક્ટના પેકેટમાંથી મૃત ગરોળી મળી આવી હોવાની ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખરાબ ગુણવત્તાનું તેલ પણ મળી આવતાં દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી છે.
એક ગ્રાહકે સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ્સમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. પેકેટમાંથી ચવાણું ખાતી વખતે તેમાં મૃત ગરોળી જોવા મળી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવતાં મામલો ફૂડ વિભાગ સુધી પહોંચ્યો હતો. ફરિયાદને ગંભીરતાથી લઈને ફૂડ વિભાગની ટીમે દુકાનની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રી તથા વપરાતા તેલની તપાસ કરી હતી. તપાસ દરમિયાન તેલની ગુણવત્તા અંગે પણ વાંધાજનક બાબતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.




