Junagadh: ધારાસભ્ય સંજય કોરડીયાને રૂપિયા 3 લાખની ખંડણીની ધમકી, જુઓ VIDEO

ધારાસભ્યના જણાવ્યા મુજબ, અગાઉ પણ તેમની સાથે રૂપિયા 10,000ની ઠગાઈનો પ્રયાસ થયો હતો. સમગ્ર મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Kunjan Shukal
Kunjan Shukal

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ફોન પર રૂપિયા 3 લાખની ખંડણી માગવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે બનાવટી ચલણી નોટોના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, અગાઉ પણ તેમની સાથે રૂપિયા 10,000ની ઠગાઈનો પ્રયાસ થયો હતો. સમગ્ર મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાયબર ગુનાઓ સામે જાગૃતિ લાવવા ફરિયાદ કરી હોવાનું જણાવતાં તેમણે ગુજરાત પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.