Ahmedabad: ભાટ-કોટેશ્વર જંકશન પર કેપ્સ્યુલ ડિઝાઇન તૈયાર થશે, જુઓ VIDEO

Ahmedabad: આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી મોટેરા, કોટેશ્વર અને ભાટ વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.
Kunjan Shukal
Kunjan Shukal

Ahmedabad: અમદાવાદના ભાટ-કોટેશ્વર જંકશન પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવી કેપ્સ્યુલ ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. આ આયોજન અંતર્ગત જંકશનની બંને તરફ વધારાની લેન બનાવવામાં આવશે તેમજ નવા U-Turn પણ તૈયાર કરાશે. આ કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થાથી મોટેરા, કોટેશ્વર અને ભાટ વિસ્તારમાં અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. જંકશન પર વાહનવ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવશે.