Get News Alerts

Never miss breaking news updates.

Surendranagar સબ જેલમાં કેદીનું સારવાર દરમિયાન મોત, જુઓ Video

Surendranagar સબ જેલમાં સજા ભોગવી રહેલા એક કેદીનું સારવાર દરમિયાન મોત થતાં ચકચાર મચી છે. ચોટીલા તાલુકાના પીપરાળી ગામના સુરેશ ભાવાભાઈ સાકરીયા છેલ્લા 8 મહિનાથી હત્યાના ગુનામાં સજા ભોગવતા હતા.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Sep 2026 03:53 AM IST

Surendranagar : સુરેશભાઈ સાકરીયા છેલ્લા 10 દિવસથી બીમાર હતા. જેલમાં તેમની તબિયત પર નજર રાખવામાં આવી રહી હતી. જોકે, સમય જતાં તેમની તબિયત વધુ લથડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ સુરેશભાઈ સાકરીયાનું મોત નિપજ્યું હતું. કેદીના મોતની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક સુરેશભાઈ સાકરીયા ચોટીલા તાલુકાના પીપરાળી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા આશરે આઠ મહિનાથી હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યા હતા. દરમિયાન છેલ્લા દસ દિવસથી તેમની તબિયત ખરાબ હતી અને સ્થિતિ ગંભીર બનતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે