Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું



India’s First LNG-Powered Train
Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું



India’s First LNG-Powered Train
Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે દેશની પ્રથમ LNG સંચાલિત ડ્યુઅલ-ફ્યુઅલ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જ્યારે રૂ.1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાબરમતી ખાતે અત્યાધુનિક WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ, સાબરમતી–કલોલ–ભાંડુ મોટીદાઉ તથા સાબરમતી–સાણંદ–જખવાડા રેલખંડ પર ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ પ્રણાલીનું લોકાર્પણ તેમજ અમદાવાદ–પાલનપુર અને અમદાવાદ–સામાખ્યાલી સહિતના 404 કિલોમીટર લાંબા રેલખંડ પર ‘કવચ’ પ્રણાલીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રેલવે માટે ઐતિહાસિક દિવસ
આ ઉપરાંત સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગ કાર્યનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટથી અમદાવાદ વિસ્તારની રેલ કનેક્ટિવિટી અને ભવિષ્યની ઔદ્યોગિક આવશ્યકતાઓને અનુરૂપ રેલવે ક્ષમતા વધારવાનો હેતુ છે.
અમિત શાહે સાબરમતી રેલવે સ્ટેશનના બદલાયેલા સ્વરૂપનો ઉલ્લેખ કરતાં સ્ટેશન ખાતે મુસાફરો માટે વિકસેલી સુવિધાઓ અને કનેક્ટિવિટીની વાત કરી હતી. તેમણે WAG-12 લોકોમોટિવની ક્ષમતા અંગે પણ માહિતી આપતા જણાવ્યું હતું કે 12,000 હોર્સપાવરની ક્ષમતા ધરાવતું આ શક્તિશાળી લોકોમોટિવ ભારે માલગાડીઓના પરિવહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
LNG ટ્રેન સહિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કાર્યક્રમ દરમિયાન ગ્રીન એનર્જી અને રેલવેના ડીઝલ વપરાશમાં ઘટાડા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે રેલવેમાં ડીઝલનો વપરાશ ઘટાડવાની દિશામાં કામગીરી થઈ રહી છે અને 2030 સુધીમાં ડીઝલ વપરાશને શૂન્ય કરવાની દિશામાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે LNG ટ્રેનની શરૂઆતને ક્લીન અને ગ્રીન એનર્જી તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ઝડપી ઔદ્યોગિક વિકાસને અનુરૂપ રેલવેનું માળખું ભવિષ્યલક્ષી બનાવવામાં આવી રહ્યું છે.
સાબરમતી ખાતે લગભગ રૂ.700 કરોડના ખર્ચે WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. આ શેડ 12,000 હોર્સપાવર ક્ષમતા ધરાવતા હાઈ-પાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવના રખરખાવ માટે મહત્વપૂર્ણ રહેશે. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, અમદાવાદના મેયર, સાંસદો, ધારાસભ્યો, પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી, ગ્રીન એનર્જી અને કનેક્ટિવિટી ક્ષેત્રે આ પ્રોજેક્ટ્સને મહત્વપૂર્ણ વિકાસકાર્ય તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Weather : 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી, જુઓ Video

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





