
ભારત હવામાન વિભાગ (India Meteorological Department) એ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરતા રાજ્યના 31 જિલ્લાઓ માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. જેમાં 25 જિલ્લાઓને યેલો એલર્ટ અને 6 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે, જે ભારે વરસાદ, વીજળી સાથેના વાવાઝોડા અને તેજ પવનની શક્યતા દર્શાવે છે.

દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ 17 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 જૂનથી આગામી કેટલાક દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને કેટલાક મધ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી વખત ગરમીમાં વધારો નોંધાયો છે. થોડા દિવસથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ફરી વખત કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. જ્યારે અમદાવાદ બીજા નંબર પર છે. હવામાન ખાતા વિભાગથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધે તેવ શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.