
GMC Elections 2026 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

Bardoli: એશિયાની સૌથી મોટી શેરડીનું પીલાણ કરતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે સહકારી મંડળીની એક બેઠક બિનહરીફ થઈ છે. મતદાનને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતાં જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી અને લોકોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જુનાગઢ શહેરના વોર્ડ નંબર-3માં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. લાંબા સમય બાદ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળતા સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુખનાથ ચોક ખાતે આવેલી મારી પ્રાથમિક શાળામાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. બેઠક ખાલી થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ આચારસંહિતા પણ અમલમાં મૂકવામાં આવી છે.

ઝારખંડ અને મિઝોરમમાં રાજ્યસભાની મહત્વપૂર્ણ બેઠકો માટે આજે મતદાન યોજાયું છે, જેના પરિણામો રાજ્યની રાજકીય દિશા પર અસર કરી શકે છે. ઝારખંડમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે મિઝોરમમાં એક બેઠક માટે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે.