
Karnali Kuber Bhandari: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે સર્વપિતૃ અમાસ અને શનિવારના સંયોગે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Vadodara: વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર જંબુવા બ્રિજ ઉતરતા થોડા આગળ ખાડી નજીક એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કૂતરો પાલવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતા મારામારીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કુતરા કરડવાના કેસો સામે આવતા હતા. પરંતુ થોડા મહિનામાં હવે બિલાડી કરડવાના કેસો સામે આવી રહ્યા છે. તેને અંદાજો તેના પર લગાવી શકાય કે શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક મહિનાથી મોટી સંખ્યામાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

વડોદરાના કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને માલપુર નજીકથી ઝડપી પાડવામાં આવતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. ગુજસીટોક અને વિદેશી દારૂના ગુનાઓમાં વોન્ટેડ લાલુ સિંધી લાંબા સમયથી ફરાર હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને કાર સાથે જ ઝડપી પાડ્યો છે, જેને લઈને બૂટલેગિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.