
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર પૂરઝડપે આવેલી એક કારે પહેલા રિક્ષા અને ત્યારબાદ બાઈકને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

સરગાસણ પાસે ત્રણ કાર વચ્ચે અકસ્માત; ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા (SG) હાઇવે પર સરગાસણ નજીક શુક્રવારે ત્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ કાર એકબીજા સાથે અથડાતાં અકસ્માત બાદ એક કારમાં આગ લાગી હતી.

ગાંધીનગરના ચ રોડ પર આજે સવારે કાર, બસ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.