
TMC Crisis: પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાંથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં બળવો કરનારું બળવાખોર જૂથ હવે કંઈક મોટું કરવા જઈ રહી છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ હવે વધુ સ્પષ્ટ બનતો જઈ રહ્યો છે. પાર્ટીના બાગી સાંસદોના હસ્તાક્ષરવાળું એક પત્ર સામે આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ વાત એ છે કે પત્રમાં 1થી 20 સુધીના ક્રમાંક દર્શાવવામાં આવ્યા છે, પરંતુ હસ્તાક્ષર માત્ર 19 સાંસદોના જ જોવા મળે છે. ક્રમાંક 13 સામે કોઈ સહી ન હોવાથી 20મા બાગી સાંસદની ઓળખ અંગે સસ્પેન્સ ઊભું થયું છે.

મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCને દિલ્હીમાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ શુંખેંદુ શેખર રૉયએ પોતાના સાંસદ પદ તેમજ પાર્ટીની પ્રાથમિક સભ્યતા બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપ રાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણનને સોંપ્યું હતું.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ અને સંભવિત ભંગાણને લઈને ચર્ચાઓ તેજ બની છે. મીડિયા અહેવાલો મુજબ, પક્ષમાંથી હાંકલાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળ 50થી વધુ ધારાસભ્યો અલગ જૂથ બનાવી શકે છે.