Get News Alerts

Never miss breaking news updates.

TMCનું બળવાખોર જૂથ સ્થાનિક પાર્ટીમાં જોડાશે! NDAને સમર્થન આપશે

TMC Crisis: પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાંથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં બળવો કરનારું બળવાખોર જૂથ હવે કંઈક મોટું કરવા જઈ રહી છે.
Admin
AdminUpdated on: 14 Jun 2026 08:03 PM IST
TMCનું બળવાખોર જૂથ સ્થાનિક પાર્ટીમાં જોડાશે! NDAને સમર્થન આપશેTMCનું બળવાખોર જૂથ સ્થાનિક પાર્ટીમાં જોડાશે! NDAને સમર્થન આપશે

TMC Crisis: પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાંથી આ ક્ષણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં બળવો કરનારું બળવાખોર જૂથ હવે કંઈક મોટું કરવા જઈ રહી છે. 

અહેવાલ છે કે, TMCનું આ અસંતુષ્ટ જૂથ ટૂંક સમયમાં નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટીમાં ભળી જશે. આ રાજકીય ઉથલપાથલથી બંગાળ તેમજ સમગ્ર પૂર્વોત્તરમાં રાજકીય તોફાન સર્જાયું છે. નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટી મુખ્યત્વે આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં હાજર છે.

ળવાખોર TMC નેતાઓનું આ જૂથ માત્ર પક્ષમાં જોડાશે નહીં, પરંતુ કેન્દ્રમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સરકારને બિનશરતી સમર્થન પણ આપશે. આ સંભવિત વિલીનીકરણથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCને સંસદીય અને સંગઠનાત્મક સ્તરે વધુ એક મોટો ફટકો પડવાની અપેક્ષા છે.

સૌથી પહેલાં બળવાખોર જૂથમાંથી સાયોની ઘોષ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ એકપછી એક સાંસદો આવ્યા હતા. જેમાં સુદીપ બંદોપાધ્યાય, માલા રોય, પારસુન બેનર્જી, અરૂપ ચક્રવર્તી, શતાબ્દી રોય, કાકોલી ઘોષના નામ સામેલ છે. આ તમામ TMCના જાણીતા-માનીતા ચહેરા છે. આ સિવાય TMC નેતા જગદીશ બસુનિયા, પાર્થ ભૌમિક, જૂન માલિયા, મેટાલી બાગ, બાપી હલધર પણ પહોંચ્યા છે. આ નેતાઓ 2 કલાક અહીં રોકાયા હતા અને ત્યારબાદ રવાના થયા હતા.

તો બીજી તરફ, TMCના સાંસદ કીર્તિ આઝાદ અને સાગરિકા ઘોષ સ્પીકર ઓમ બિરલાને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

AUTHOR
Admin

Admin

Author details are not available.