
Dang DongarDev : ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના હાડોળ ગામે આદિવાસી લોકસાંસ્કૃતિક અસ્મિતાના પ્રતિક સમાન 'ડોંગરે દેવ'ની ભવ્ય ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે.

CM Bhupendra Patel In Dahod: દાહોદ જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રવાસ દરમિયાન આદિવાસી સંસ્કૃતિની રંગબેરંગી ઝાંખી જોવા મળી હતી.

વલસાડ જિલ્લામાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ધરમપુર, નાનાપોંઢા, ધારણમાળ અને સુથારપાડા સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં આજથી ‘મેઘ મલ્હાર પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. 8થી 29 ઓગસ્ટ સુધી યોજાનારા આ મોન્સૂન ફેસ્ટિવલમાં ચોમાસાની કુદરતી સુંદરતા સાથે આદિવાસી સંસ્કૃતિ, સાહસ અને પ્રવાસન પ્રવૃત્તિઓનો અનોખો સંગમ જોવા મળશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહાડપુર ગામના પવિત્ર સાંથાલી અને હો જહેરા સ્થાનોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને નમન કર્યું હતું. સાથે જ આ અમૂલ્ય વારસાને ભાવિ પેઢીઓ સુધી જાળવી રાખવા માટે સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. જોઈએ આ અહેવાલ.

રફીક ડણીવાલા, છોટાઉદેપુર: આધુનિક યુગમાં મિનરલ વોટર, ફ્રીઝ અને આધુનિક વાસણોનો વ્યાપ વધ્યો હોવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ પરંપરાગત માટીકામ અને કુંભાર સમાજની હસ્તકલા જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં લોકો આજે પણ માટીના વાસણોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે.