CM Bhupendra Patel In Dahod: દાહોદમાં લોકનૃત્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત, આદિવાસી પરિવાર સાથે લીધું પરંપરાગત ભોજન


ગરબાડા તાલુકાના મીરાખેડી ગામના 42 આદિવાસી કલાકારોએ પરંપરાગત લોકનૃત્ય અને સંગીત દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઢોલ-શરણાઈના તાલે રજૂ થયેલા લોકનૃત્યએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે આદિવાસી પરિવારના ઘરે પહોંચ્યા હતા.

અહીં તેમણે આદિવાસી પરિવારના મુકેશભાઈ બારીયાના નિવાસસ્થાને ભોજન લીધું હતું. મુખ્યમંત્રીએ મુકેશભાઈ બારીયા અને તેમના પત્ની ઝમકુબેન સાથે આત્મીયતાપૂર્વક ભોજન કરી પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.

પરંપરાગત આદિવાસી ભોજનમાં અડદ-ચણાની દાળ, મકાઈના રોટલા, દેશી ભજીયા, ભીંડાનું શાક, પાપડ અને મીઠાઈ સહિત વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ સાદા ઘરમાં પરિવાર સાથે ભોજન કરીને સાદગી, સમાનતા અને આત્મીયતાનો સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીની આ મુલાકાતથી પરિવારના સભ્યોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકસંસ્કૃતિને સન્માન આપવાની સાથે સામાન્ય પરિવારો સાથે સીધો સંવાદ સાધવાની આ મુલાકાત ચર્ચાનો વિષય બની હતી.

Kunjan Shukal
Kunjan Shukal is a journalist with over five years of experience in digital media. Since 2019, he has developed expertise in news editing, content creation, editorial planning, and digital journalism. Currently working as Chief Sub Editor at Growth Now News, he focuses on delivering accurate, timely, and engaging news content for digital audiences.




