
India vs Sri Lanka Galle Test: ભારતે શ્રીલંકા સામેની ગૉલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરતા 165 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકા સામે જીત માટે 372 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની આ જીતનો સૌથી મોટો હીરો યુવા સ્પિનર માનવ સુથાર રહ્યો, જેણે પોતાની કારકિર્દીના માત્ર બીજા ટેસ્ટમાં...

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે KL રાહુલના રિટાયર્ડ હર્ટ થવાથી ભારતીય ક્રિકેટ ચાહકોની ચિંતા વધી હતી. જોકે હવે રાહુલની ફિટનેસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ હવે ઠીક છે અને જરૂર પડશે તો તે ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરએ ખેલાડીઓને ખાસ નસીહત આપી છે. ગંભીરએ કહ્યું કે 15 ઓગસ્ટે મેદાનમાં ઉતરતી વખતે ટીમે દરેક સવાલ અને દરેક જવાબ માટે સંપૂર્ણ તૈયાર રહેવું પડશે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધારતો રેકોર્ડ સામે આવ્યો છે. ભારતે 2015 બાદ શ્રીલંકા સામે એકપણ ટેસ્ટ મેચ ગુમાવી નથી. હવે શુભમન ગિલની ટીમ આ દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

India vs Sri Lanka Test Series 2026: શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. ભારતીય ખેલાડીઓના શ્રીલંકા પહોંચ્યાના ફોટા અને વીડિયો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર નજરે પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ...

ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પ્ટનશાયરના કોચ તરીકે કાર્યરત લેહમેને કહ્યું, "હું નોર્થમ્પ્ટનશાયર સાથે ખૂબ ખુશ છું. ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદ માટે મારો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી. આ પદ માટે ઘણા ઉમેદવારો હશે અને શક્ય છે કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પહેલેથી જ કોઈ વિકલ્પ નક્કી કર્યો હોય."

ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 300 રનની વિશાળ જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ડેબ્યૂ કરનાર માનવ સુથારે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી.

ભારતના યુવા સ્પિનર માનવ સુથારે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરી છે. અફઘાનિસ્તાન સામે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 33 રનમાં 6 વિકેટ ઝડપી તેણે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.