
અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં ચોમાસાની રાહ વચ્ચે ઉનાળાની તીવ્રતા સતત વધતી જઈ રહી છે. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદ 42.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે, જેના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં દિવસે દિવસે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રી પાર જતા ત્યાના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજકોટમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની ગયા છે. જેના કારણે લોકો ગરમીથી બચવા માટે ટોપી, ગોગલ્સનો સહારો લેવા લાગ્યા છે. ખાસ કરીને બપોરના સમયે વાહન ચાલકો ટોપી પહેરીને બહાર નિકળતા હોય છે. ગરમી વધવાથી ટોપી, ગોગલ્સ માગમાં વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ફરી વખત ગરમીમાં વધારો નોંધાયો છે. થોડા દિવસથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ફરી વખત કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. જ્યારે અમદાવાદ બીજા નંબર પર છે. હવામાન ખાતા વિભાગથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધે તેવ શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.