અમદાવાદ બન્યું ગુજરાતનું સૌથી ગરમ શહેર, 42.7°C સાથે ગરમીનો કહેર યથાવત!



AI IMAGE
અમદાવાદ બન્યું ગુજરાતનું સૌથી ગરમ શહેર, 42.7°C સાથે ગરમીનો કહેર યથાવત!



AI IMAGE
અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની હજુ કોઈ સ્પષ્ટ સંભાવના ન દેખાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરનું તાપમાન સામાન્ય કરતાં આશરે 3 ડિગ્રી વધુ નોંધાયું હતું.
અમદાવાદ બાદ ગાંધીનગરમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભાવનગર, વડોદરા અને રાજકોટ સહિતના અનેક શહેરોમાં પણ દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
અમદાવાદમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકોને ભારે ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો. સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું હતું, જે સાંજે 5:30 વાગ્યે ઘટીને 42 ટકા થયું હતું. જોકે ભેજના કારણે ગરમીનો અનુભવ વધુ તીવ્ર રહ્યો હતો.
હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આજે પણ અમદાવાદમાં ગરમીમાંથી કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી. શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાના આગમનમાં વિલંબ થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ ઉનાળાજેવો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગરમી અને ઉકળાટ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.




