
Ahmedabad Urban Challenge Fund Projects: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 852.93...

ગાંધીનગર: દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે. હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. ૧૪ દિવસ દરમિયાન કુલ 1,53,509 મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો. એટલે કે રોજ સરેરાશ ૧૦,૯૬૫ મુસાફરોએ આ બસોમાં...

ઉત્તર પ્રદેશમાં ઝડપથી વધી રહેલી શહેરી વસતી અને શહેરો પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથ સરકારે આગ્રા, બરેલી અને પ્રયાગરાજમાં ત્રણ નવા શહેરો વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ પ્રથમ હપ્તા તરીકે ₹225 કરોડની રકમ ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરના મેયર Miraben Patelએ જાહેર પરિવહન પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે મેટ્રોમાં મુસાફરી કરી નાગરિકોને ખાસ સંદેશ આપ્યો છે. રાયસણ મેટ્રો સ્ટેશનથી જૂના સચિવાલય સુધીના પ્રવાસ દરમિયાન તેમણે લોકોને ટ્રાફિક ઘટાડવા, ઈંધણ બચાવવા અને પર્યાવરણ સુરક્ષા માટે વધુમાં વધુ જાહેર પરિવહન અપનાવવાની અપીલ કરી હતી.

અમદાવાદમાં બ્રિજના નવનિર્માણના માર્ગમાં આવતા ધાર્મિક સ્થળો તેમજ કાચા-પાકા દબાણોને પણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. સમજાવટ અને કાયદેસરની કાર્યવાહી બાદ આ તમામ અવરોધોને હટાવી પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.

નવી ટેક્નોલોજી દ્વારા રસ્તા પર કચરો, પાણી ભરાવા, ખાડા, ખુલ્લા મેનહોલ, હેલ્મેટ વગરના વાહનચાલક, વાંકી દિશામાં ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, સ્ટ્રીટલાઈટ ફોલ્ટ, ટ્રાફિક સિગ્નલ ખામી સહિતની અનેક સમસ્યાઓ રિયલ ટાઈમમાં ઓળખી તરત જ AMC સર્વર પર એલર્ટ મોકલવામાં આવશે.