
Rajkot : ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત એક મહિના દરમિયાન વિવિધ સેવાકીય અને જનસંપર્કલક્ષી કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નેતાઓએ ભારતીય રાજનીતિ, કૂટનીતિ, સંસદીય પરંપરા અને જનસેવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને યાદ કર્યું.

ગુરુ પૂર્ણિમાના પાવન અને શુભ અવસરે વલસાડના સાંસદ ધવલ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ધવલ પટેલે અમિત શાહના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે થયેલી આ મુલાકાતને તેમણે પોતાના માટે એક સૌભાગ્યપૂર્ણ અને યાદગાર ક્ષણ ગણાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હીના વિકાસને ગતિ આપવા અને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે તેમના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ, ભવ્ય અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જામનગર જિલ્લામાં આગામી તારીખ 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ‘સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ’ના સંકલ્પને સાકાર કરવા માટે જામનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સપ્તાહ માટે ‘વિશેષ સ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરવામાં આવી છે.

રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લે ભાજપના વરિષ્ઠ અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ Vajubhai Vala ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વજુભાઈ વાળાએ ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, "મેયર તરીકે નહીં, પરંતુ ચીમનભાઈના દીકરા તરીકે લોકોની સેવા કરજે અને પોતાના કાર્યો દ્વારા પરિવાર તથા રાજકોટનું નામ રોશન કરજે."