વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, વિકાસકાર્યોની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હીના વિકાસને ગતિ આપવા અને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે તેમના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
Growth Now News
Growth Now News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, વિકાસકાર્યોની કરી પ્રશંસાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, વિકાસકાર્યોની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે રેખા ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હીના વિકાસને ગતિ આપવા અને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે તેમના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાને પોતાના સંદેશમાં જણાવ્યું કે રેખા ગુપ્તા દિલ્હીના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયાસશીલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના નેતૃત્વમાં રાજધાની વધુ પ્રગતિના માર્ગે આગળ વધશે.

રેખા ગુપ્તાને જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દિલ્હીના નાગરિકોના વિકાસ અને કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેઓ લોકોની સેવા માટે સતત કાર્યરત રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પણ શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેખા ગુપ્તા દિલ્હીને સ્વચ્છ, સુંદર અને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના કરી હતી.

આ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે સુશાસન, પારદર્શિતા અને જનસેવા પ્રત્યે રેખા ગુપ્તાની પ્રતિબદ્ધતા દિલ્હીના સર્વાંગી વિકાસને નવી દિશા આપી રહી છે. કેન્દ્રીય જલ શક્તિ પ્રધાન સી.આર. પાટીલે પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં વિકાસ, સ્વચ્છતા અને આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ ગતિ મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી