
વડોદરા જેલમાંથી ફર્લો રજા પર બહાર આવેલા મોન્ટુ નામદાર સામે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી ગંભીર ગુનાઓ નોંધાયા છે. હત્યા કેસના સાક્ષીને ધમકી આપવાથી લઈને પોલીસ સાથે ગેરવર્તન અને પ્રોહિબિશન ભંગ સુધીના આરોપો સામે આવતા પોલીસે તેની સામે અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે. હાલ ફર્લો રજા પૂર્ણ થતાં મોન્ટુ નામદારને ફરી જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં એક જ ઘટનાને લઈને બે પક્ષોની સામસામે ફરિયાદો નોંધાતા સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે. ભાજપના આગેવાન સાથે સંકળાયેલા રાજા ચાવડા સહિત ચાર લોકો સામે દુષ્કર્મ, અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી તરફ પ્રેમલગ્ન કરનારી પરિણીતાના અપહરણની અલગ ફરિયાદ દાખલ થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થાય.

જામનગરમાં પ્રેમ સંબંધને લીધે સતીયા ગામમાં ગંભીર હિસક ઘટના બની હતી. જેમાં એક મહિલાને ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સાત જેટલી કાર જેટલી આવેલી કારો ગામમાં આવ્યા હતાને આંતક મચાવ્યો હતો. જેના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે આ હિસા પ્રેમ સંબંધને લઈને થઈ છે. યુવતીના પક્ષના લોકો સાગરીતો દ્વારા હથિયારો સાથે ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેવુ ગામવાસીઓનું કહેવુ છે.