
ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં સ્વચ્છતા, કૃષિ, શિક્ષણ, રોજગારી અને જળ સંચયને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં થયેલી ચર્ચા અને નિર્ણયો અંગે માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનને જનઆંદોલન બનાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે ભાજપના તમામ...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન સ્વચ્છતા માટે વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા અને સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે ગુજરાત સરકારે રાજ્યની 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં 'નમો સ્વચ્છતા અભિયાન' શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં તૂટેલી ચીજવસ્તુઓ બદલવામાં આવશે અને સ્વચ્છતા જાળવવા માટે ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.