સ્વચ્છતા થી સ્વાસ્થ્ય સુધીની યાત્રા: ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન સ્વચ્છતા માટે વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Rahul DesaiUpdated on: 01 Jul 2026 03:17 PM IST

સ્વચ્છતા થી સ્વાસ્થ્ય સુધીની યાત્રા: ‘નમો સ્વચ્છતા અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન સ્વચ્છતા માટે વિશેષ શ્રમદાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા જાગૃતિ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Rahul Desai
Updated on: 01 Jul 2026 03:17 PM IST

ગાંધીનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના માધ્યમથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 1 જુલાઈથી 7 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી પ્રતુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા માટે શ્રમદાન પણ કરવામાં આવ્યું હતું.
અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાનને “સ્વચ્છતા થી સ્વાસ્થ્ય સુધીની યાત્રા” તરીકે પ્રેરણાદાયી અભિયાન રૂપે આગળ વધારવામાં આવી રહ્યું છે.
Namo Swachhta AbhiyanGandhinagar Civil HospitalGujarat cleanliness driveSwachh Bharat initiative Gujarathealth department campaign
AUTHOR