
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર થયેલા મિસાઈલ હુમલાના પ્રયાસના જવાબમાં અમેરિકાએ ઈરાન પર નવા સૈન્ય હુમલા શરૂ કર્યા હોવાનો અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો છે.

ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં રવિવારે સવારે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવતા પ્રશાસને ઈમરજન્સી એલર્ટ જાહેર કરી બચાવ ટીમોને તાત્કાલિક તૈનાત કરી છે. આ દરમિયાન અમેરિકા સતત આઠમી રાત્રે પણ ઈરાન પર હવાઈ હુમલા કરતું રહ્યું હોવાના અહેવાલો સામે આવતા મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.

ઈરાનના હુમલામાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા વધુ આક્રમક બન્યું છે. અમેરિકી સેનાએ ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ સહિતના વિસ્તારો પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ઈરાને પણ અમેરિકી હુમલામાં જાનહાનિ અને ભારે નુકસાન થયાનો દાવો કર્યો છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે.

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

Iran US War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ડેડલાઇન પૂરી થાય તે પહેલાં જ અમેરિકાએ ખાર્ગ આઇલેન્ડ પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અહેવાલો અનુસાર, હુમલામાં લશ્કરી થાણાઓ અને મિસાઇલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ ટાપુ ઈરાનની લગભગ 90% તેલ નિકાસનું કેન્દ્ર છે. ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી...

Israel Strikes Iran: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Israel એ Iran ને મોટો ઝટકો આપ્યો છે. પહેલા, ઇઝરાયલે એક કાર્યવાહીમાં ઇરાનના ગુપ્તચર વડાની હત્યા કરી, અને થોડા કલાકો પછી, ઇઝરાયલે ઇરાનના મુખ્ય સ્ટ્રાઇક ફોર્સના ટોચના કમાન્ડર, ઇમામ હુસૈનને મારી નાખ્યા. ઇઝરાયલે જણાવ્યું હતું કે રવિવારે, IDF ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ઇઝરાયલી વાયુસેનાએ 'ઇમામ હુસૈન' વિભાગના મુખ્યાલય પર હુમલો...