ઈરાનમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ, ખુઝેસ્તાનમાં ઈમરજન્સી એલર્ટ


ફાઈલ ફોટો
ઈરાનમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ, ખુઝેસ્તાનમાં ઈમરજન્સી એલર્ટ


ફાઈલ ફોટો
તેહરાન/વોશિંગ્ટન: ઈરાનના દક્ષિણ-પશ્ચિમ સ્થિત ખુઝેસ્તાન પ્રાંતમાં રવિવારે સવારે રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ બાદ પ્રાંતીય પ્રશાસને તાત્કાલિક ઈમરજન્સી એલર્ટ જાહેર કરી રાહત અને બચાવ એજન્સીઓને સંપૂર્ણ સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.
ખુઝેસ્તાનના ગવર્નર સૈયદ મોહમ્મદ રઝા મૌલાઈઝાદેહના જણાવ્યા અનુસાર, ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમોને તાત્કાલિક મોકલી દેવામાં આવી છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
ઈરાનના સરકારી પ્રસારણ માધ્યમ IRIBના અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદાજે 12 કિલોમીટર ઊંડાઈએ હતું. હાલ સુધી જાનહાનિ અથવા મોટા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધી રહ્યો છે. અમેરિકાએ સતત આઠમી રાત્રે પણ ઈરાનના વિવિધ વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ હુમલાઓને તેમની મંજૂરીથી અંજામ આપવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, જોર્ડનમાં બે અમેરિકી સૈનિકોના મોતના જવાબમાં આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક તરફ કુદરતી આફત અને બીજી તરફ સતત વધી રહેલા સૈન્ય તણાવને કારણે ઈરાનમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.




