
Junagadh News : જૂનાગઢના દેડકયાળી ગામમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગને વધુ એક મોટી સફળતા મળી છે. પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે પાંજરા ગોઠવ્યા.

Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં આવેલા ખેતરોમાં લટાર મારતો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.

Leopard Rescue and Rehabilitation Gujarat: અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલો એક દીપડો ગાંધીનગર સ્થિત ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા મહિનાઓ સુધી આપવામાં...

Aravalli: માલપુર તાલુકાના સાલમબાપુના પહાડિયા ગામે જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી ફેન્સિંગ તારની વાડમાં દીપડો ફસાઈ જતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. દીપડો ફસાયો હોવાની જાણ ગ્રામજનોએ વન વિભાગને કરી હતી. જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

માળિયા હાટીના ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક 40 વર્ષીય યુવક પર છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો.