Get News Alerts

Never miss breaking news updates.

Dahod Breaking: દીપડાનો આતંક ખતમ! રળીયાતી ગામમાં પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં આવેલા ખેતરોમાં લટાર મારતો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 15 Sep 2026 04:16 PM IST
Dahod Breaking:  દીપડાનો આતંક ખતમ! રળીયાતી ગામમાં પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસDahod Breaking:  દીપડાનો આતંક ખતમ! રળીયાતી ગામમાં પાંજરે પુરાયો દીપડો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

Dahod Breaking

Dahod Breaking: દાહોદના રળીયાતી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી ફેલાયેલો ભયનો માહોલ આખરે થાળે પડ્યો છે. રળીયાતી ગામમાં અર્બન હોસ્પિટલની પાછળ આવેલા ખેતરોમાં સતત લટાર મારતો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમની આયોજનબદ્ધ કામગીરીને પગલે આ સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.

ખેતરોમાં દીપડાની સતત અવરજવર

રળીયાતી ગામમાં અર્બન હોસ્પિટલની પાછળ આવેલા ખેતરોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરી જોવા મળતી હતી. દીપડાની અવરજવરથી આસપાસના ખેડૂતો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને સાંજના સમયે લોકો ખેતરોમાં જવા અને બહાર નીકળતા પણ સાવચેતી રાખતા હતા.

ગ્રામજનોમાં ફેલાયો હતો ભયનો માહોલ

દીપડો વારંવાર ખેતરો વિસ્તારમાં જોવા મળતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ખેડૂતો માટે ખેતરમાં જવું પણ મુશ્કેલ બન્યું હતું. દીપડાની હિલચાલને કારણે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વન વિભાગે ગોઠવ્યું પાંજરું

મામલાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ તાત્કાલિક રળીયાતી વિસ્તારમાં પહોંચી હતી. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે ખેતર વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી અને તેને પાંજરા સુધી લાવવા માટે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આખરે પાંજરામાં કેદ થયો દીપડો

વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની મહેનત આખરે રંગ લાવી હતી. ખોરાકની શોધમાં ફરતો દીપડો પાંજરા તરફ આવતા તેમાં કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરામાં કેદ થયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મેડિકલ ચેકઅપ બાદ જંગલમાં મુક્ત કરાશે

દીપડો પાંજરે પુરાયા બાદ વન વિભાગ દ્વારા તેનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ નિયમ મુજબ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ કરવામાં આવશે. દીપડો પાંજરે પુરાતા રળીયાતી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલો ભય હવે ઓછો થયો છે.

ગ્રામજનોએ વન વિભાગનો માન્યો આભાર

દીપડાને સુરક્ષિત રીતે પકડી પાડવા બદલ સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળની ટીમનો આભાર માન્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં રાહતનો માહોલ છે અને લોકો ફરી સામાન્ય રીતે પોતાના રોજિંદા કામકાજ તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો : Surat: ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો! તાપી નદી બે કાંઠે, ખેડૂતોમાં ખુશી; 68 દિવસ બાદ ખુલેલો કોઝવે ફરી બંધ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.