Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News : જૂનાગઢના દેડકયાળીમાં બીજો દીપડો પણ પાંજરે પુરાયો, બાળકી પર હુમલા બાદ વન વિભાગની મોટી કાર્યવાહી

Junagadh News : જૂનાગઢના દેડકયાળી ગામમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગને વધુ એક મોટી સફળતા મળી છે. પાંચ વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યા બાદ વન વિભાગે પાંજરા ગોઠવ્યા.
Vivek Shah
Vivek ShahUpdated on: 27 Sep 2026 10:54 AM IST
Junagadh News : જૂનાગઢના દેડકયાળીમાં બીજો દીપડો પણ પાંજરે પુરાયો, બાળકી પર હુમલા બાદ વન વિભાગની મોટી કાર્યવાહીJunagadh News : જૂનાગઢના દેડકયાળીમાં બીજો દીપડો પણ પાંજરે પુરાયો, બાળકી પર હુમલા બાદ વન વિભાગની મોટી કાર્યવાહી

Junagadh News

Junagadh News : હવે વધુ એક નર દીપડો પાંજરે પુરાતા ગામલોકોમાં ભયની સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, વન વિભાગે દીપડાને પકડવા માટે દેડકયાળી ગામમાં કુલ 8 પાંજરા ગોઠવ્યા હતા. બાળકી પર હુમલાની ઘટના બાદ દીપડાને પકડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી હતી.

ત્રણ દિવસની મહેનત બાદ પ્રથમ દીપડો પાંજરે પુરાયો હતો. તે દીપડો માદા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગ દ્વારા વિસ્તારમાં વધુ દીપડા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પાંજરા અને દેખરેખની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આજે ફરી એક દીપડો પાંજરે પુરાયો છે. આ વખતે પકડાયેલો દીપડો નર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

દીપડો ગામની પ્રાથમિક શાળા નજીક પટેલ સમાજ પાસેથી પાંજરે પુરાયો હતો

ખાસ વાત એ છે કે બાળકી પર હુમલો થયો હતો તે સ્થળથી આ જગ્યા આશરે 200 મીટરના અંતરે આવેલી છે. શાળા નજીકથી દીપડો પકડાતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતા અને ભય વધુ ગાઢ બન્યો છે. દીપડાની હાજરીને કારણે ગામલોકોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને બાળકોને શાળા મોકલવા અને તેમને બહાર રમવા મોકલવા અંગે વાલીઓ ચિંતિત હતા. હવે વધુ એક દીપડો પકડાતા ગ્રામજનોમાં થોડી રાહત જોવા મળી રહી છે, જોકે વિસ્તારમાં હજુ પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.

હુમલાના 200 મીટર દૂરથી નર દીપડો ઝડપાયો

ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ગામલોકોએ પણ દીપડાની દહેશત વચ્ચે જીવવાની પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ, દીપડાની અવરજવરથી રાત્રિના સમયે બહાર નીકળવામાં પણ ભયનો માહોલ રહેતો હતો. બાળકોની સુરક્ષા સૌથી મોટી ચિંતા બની હતી.વન વિભાગ દ્વારા હવે પકડાયેલા બંને દીપડાઓ અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમની તબીબી તપાસ સહિતની કાર્યવાહી બાદ નિયમ મુજબ આગળની પ્રક્રિયા કરવામાં આવશે.

બાળકી પર હુમલાની ઘટનાને પગલે શરૂ થયેલી કામગીરીમાં ત્રણ દિવસ બાદ પ્રથમ માદા દીપડો અને હવે વધુ એક નર દીપડો પાંજરે પુરાયો છે. આમ, દેડકયાળી ગામમાં અત્યાર સુધીમાં બે દીપડા પકડાતા વન વિભાગની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જોકે, ગામલોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગની દેખરેખ અને સાવચેતીની કામગીરી આગળ પણ ચાલુ રહે તે જરૂરી બની છે. ખાસ કરીને શાળા અને રહેણાંક વિસ્તારોની આસપાસ લોકોમાં સુરક્ષાની ભાવના જળવાય તે માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Junagadh News : પ્રેમસંબંધનો કરુણ અંજામ, મહિલાની હત્યા બાદ આરોપી કાકાએ ઝેરી દવા પીતા થયું મોત

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે