
Jamnagar Liquor Raid: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. દારૂના વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.

જામનગરના શેઠવડાળા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર ખનીજ વહન સામે મોટી કાર્યવાહી કરતાં લાઇમ સ્ટોન ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 71.26 મેટ્રિક ટન લાઇમ સ્ટોન અને ડમ્પર સહિત રૂ. 75 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

જામનગર: જામનગરમાં વર્ષોથી સક્રિય અને સંગઠિત ગુનાખોરી માટે ચર્ચામાં રહેલી કથિત “સાયચા ગેંગ” સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ગુનો નોંધી ગેંગના 6 સભ્યોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરિંગ, આર્મ્સ એક્ટ અને જમીન કબજા સહિત કુલ 74 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.