
Jamnagar Corporation Development : જામનગર શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સને જનહિતલક્ષી બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જામનગર જિલ્લા પંચાયતની ચોથી ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવામાં આવ્યા હતા. ખાસ કરીને 16મા નાણાપંચ હેઠળ વર્ષ 2026-27ના આયોજન તેમજ 15મા નાણાપંચના બાકી નાણાં અને અગાઉ મંજૂર થયેલા કામોમાં ફેરફાર અંગે મંથન કરવામાં આવ્યું હતું.

જામનગર: શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણયોની મંજૂરી આપી છે. ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે રૂ. 3 કરોડ 80 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વોર્ડ નંબર-7માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે રૂ. 2 કરોડની ફાળવણી કરવાનો રહ્યો હતો. આ કામો પૂર્ણ...

PM નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનને જનજન સુધી પહોંચાડવા અને જિલ્લામાં સાકાર થયેલા વિકાસના ઉત્કૃષ્ટ પ્રકલ્પોની જાણકારી નાગરિકોને મળે તે હેતુથી જામનગર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ 8 જૂનથી 14 જૂન દરમિયાન યોજાનારી આ યાત્રા જિલ્લાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક સ્થળોને આવરી રહી છે.