Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ, વિકાસના 13 પ્રકલ્પોની નાગરિકોને કરાવાઈ ઝાંખી

PM નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનને જનજન સુધી પહોંચાડવા અને જિલ્લામાં સાકાર થયેલા વિકાસના ઉત્કૃષ્ટ પ્રકલ્પોની જાણકારી નાગરિકોને મળે તે હેતુથી જામનગર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ 8 જૂનથી 14 જૂન દરમિયાન યોજાનારી આ યાત્રા જિલ્લાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક સ્થળોને આવરી રહી છે.
R Gajjar
R GajjarUpdated on: 10 Jun 2026 07:52 PM IST
જામનગરમાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ, વિકાસના 13 પ્રકલ્પોની નાગરિકોને કરાવાઈ ઝાંખીજામનગરમાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ, વિકાસના 13 પ્રકલ્પોની નાગરિકોને કરાવાઈ ઝાંખી

AI Generated Images

જામનગર: PM નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનને જનજન સુધી પહોંચાડવા અને જિલ્લામાં સાકાર થયેલા વિકાસના ઉત્કૃષ્ટ પ્રકલ્પોની જાણકારી નાગરિકોને મળે તે હેતુથી જામનગર જિલ્લામાં ‘પ્રગતિ પથ યાત્રા’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ 8 જૂનથી 14 જૂન દરમિયાન યોજાનારી આ યાત્રા જિલ્લાના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક સ્થળોને આવરી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ યાત્રાનો પ્રારંભ જામનગર કલેક્ટર કચેરી ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રથમ તબક્કામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર સહિતના આગેવાનો જોડાયા હતા.

ઐતિહાસિક અને વિકાસાત્મક સ્થળોની મુલાકાત
પ્રગતિ પથ યાત્રા દરમિયાન ખીજડીયા પક્ષી અભ્યારણ, જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પી.એમ. શ્રી શાળા હડિયાણા, ભાદરા પ્રાકૃતિક ફાર્મ, ભાદરા સ્વામિનારાયણ મંદિર, ભૂચરમોરી યુદ્ધભૂમિ, હાપા રેલવે સ્ટેશન અને ઓવરબ્રિજ, ભૂજીયો કોઠો તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સહિતના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલા સહભાગીઓને દરેક સ્થળના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા સ્થળ પર જ વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો અંગેની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ બનશે સહભાગી
યાત્રાના બીજા તબક્કામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના વિવિધ વર્ગોના લોકો જોડાશે. આ યાત્રા દ્વારા વિકાસના પ્રકલ્પો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ
યાત્રાના પ્રારંભ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા સહિત અનેક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com