
Assam : આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લાના ચાપાર ખાતે અદાણી પાવર લિમિટેડ દ્વારા નિર્માણ થનારા 3,200 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે.

પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસામીનો મંગળવારે જન્મદિવસ છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1950ના રોજ થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય અને રાજ્યના નેતાઓએ તેમને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

આસામમાં પૂરથી પ્રભાવિત પરિવારોને રાહત આપવા રાજ્ય સરકારે મોટી સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ DBT મારફતે આશરે 75 હજાર પૂરગ્રસ્ત પરિવારોના ખાતામાં ₹112 કરોડની સહાય જમા કરાવી છે, જેમાં દરેક પરિવારને ₹15 હજારની અંતરિમ આર્થિક મદદ આપવામાં આવશે.

આસામની રૂપમણી ગઢે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રાજ્યની પ્રથમ મહિલા તરીકે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ શાનદાર સિદ્ધિ બદલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સન્માન કર્યું હતું અને આસામ પોલીસમાં નોકરી આપવાની પણ જાહેરાત કરી છે. રૂપમણીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

આસામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હોવાથી કેન્દ્ર સરકારે અસરગ્રસ્ત લોકોને મોબાઇલ નેટવર્કની સુવિધા મળી રહે તે માટે ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) સેવા શરૂ કરી છે. ભારત સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા આ આપાતકાલીન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેથી એક ટેલિકોમ કંપનીના ગ્રાહકો જરૂરિયાત મુજબ બીજી કંપનીના ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે.

અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ (26 જૂન) નિમિત્તે રાજ્યમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર ડ્રગ્સના વેપાર સામે સરકારની કાર્યવાહી વધુ સખત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નશાખોરી અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત અને કડક અભિયાન ચલાવી રહી છે.

શપથવિધિ સમારંભને ખાસ બનાવતા તેમાં વડાપ્રધાન Narendra Modi, કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah, રક્ષામંત્રી Rajnath Singh, નાણામંત્રી Nirmala Sitharaman સહિત અનેક કેન્દ્રીય નેતાઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.