Get News Alerts

Never miss breaking news updates.

Assam : અદાણી પાવરના 3,200 મેગાવોટના પ્રકલ્પનો શિલાન્યાસ, ₹48,000 કરોડનું કરશે રોકાણ

Assam : આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લાના ચાપાર ખાતે અદાણી પાવર લિમિટેડ દ્વારા નિર્માણ થનારા 3,200 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે.
Kunjan ShuklaUpdated on: 20 Sep 2026 04:09 PM IST
Assam : અદાણી પાવરના 3,200 મેગાવોટના પ્રકલ્પનો શિલાન્યાસ, ₹48,000 કરોડનું કરશે રોકાણAssam : અદાણી પાવરના 3,200 મેગાવોટના પ્રકલ્પનો શિલાન્યાસ, ₹48,000 કરોડનું કરશે રોકાણ

Assam

Assam : આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લાના ચાપાર ખાતે અદાણી પાવર લિમિટેડ દ્વારા નિર્માણ થનારા 3,200 મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો છે. આશરે ₹48,000 કરોડના રોકાણ સાથે આ પ્રકલ્પ આસામના ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રકલ્પ તરીકે સામે આવ્યો છે.

5,000 રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા

ચાપાર ખાતે બનનારા આ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાં 800 મેગાવોટ ક્ષમતાના ચાર એકમો હશે. પ્લાન્ટમાં ઊંચી કાર્યક્ષમતા ધરાવતી સિસ્ટમ્સ તેમજ આધુનિક પર્યાવરણીય સુરક્ષા વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રકલ્પ ડિસેમ્બર 2030થી તબક્કાવાર કાર્યરત થવાની અપેક્ષા છે. આ પ્રકલ્પના નિર્માણના તબક્કામાં આશરે 20,000 અને પ્લાન્ટ કાર્યરત થયા બાદ અંદાજે 5,000 રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને અન્ય આનુષંગિક સેવાઓ સાથે જોડાયેલા વ્યવસાયોને પણ નવી તકો મળવાની શક્યતા છે.

સ્થાનિક ઉદ્યોગો અને સાહસોને પણ તકો મળશે

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આસામનું આ ક્ષેત્ર ઝડપથી ઊર્જા હબ તરીકે વિકસી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આશરે ₹48,000 કરોડનું આ રોકાણ રાજ્યમાં એક ક્ષેત્રમાં કરવામાં આવેલા મોટા એકલ રોકાણોમાં સામેલ થશે. તેનાથી રોજગારી ઉપરાંત સ્થાનિક ઉદ્યોગો અને સાહસોને પણ તકો મળશે.

શું કહ્યું અદાણી ગ્રુપના ડિરેક્ટર જીત અદાણીએ?

અદાણી સમૂહના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું કે આ પ્રકલ્પથી આસામમાં ઘરો, વ્યવસાયો અને ઉદ્યોગોને વિશ્વસનીય વીજળી પૂરી પાડવામાં મદદ મળશે. તેમણે સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને વ્યવસાયો માટે નવી તકો ઊભી થવાની વાત પણ કરી હતી. ચાપાર પ્લાન્ટ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જી દ્વારા 2,700 મેગાવોટની સંયુક્ત ક્ષમતાવાળા બે પમ્પડ સ્ટોરેજ પ્રકલ્પોમાં આશરે ₹15,000 કરોડનું રોકાણ થવાનું છે. આમ, આસામના પાવર ક્ષેત્રમાં કુલ ₹63,000 કરોડના રોકાણની યોજના છે.

આ પણ વાંચો : Mumbai Accident : મુંબઈ કોસ્ટલ રોડ પર BMW કારનો ભયાનક અકસ્માત, 3નાં મોત, એકની હાલત ગંભીર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.