
અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે.

Unseasonal Rain Ahmedabad : ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં આજે(3 એપ્રિલ, 2026) કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન...

Donald Trump Called Narendra Modi: વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 24 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીતના અહેવાલોનો જવાબ આપ્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે આ સમાચાર જોયા છે. 24 માર્ચે ટેલિફોન પર વાતચીત ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી.’ તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. એવા અહેવાલો હતા કે, વાતચીતમાં અગ્

Pakistan Betray Iran: ઈરાન-અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. જ્યારે પાકિસ્તાન પોતાને અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે રજૂ કરી રહ્યું છે, ત્યારે ઈરાનમાં તેના ઈરાદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

IPL 2026: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2026 શનિવાર એટલે કે 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો અને ભાવુક નિર્ણય લીધો છે. આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની નહીં યોજવામાં આવે. આ નિર્ણયને ખૂબ મોટો માનવામાં આવી રહ્યો છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં ટોચના નેતાઓ સહિત મંત્રી અને અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.