Get News Alerts

Never miss breaking news updates.

IPL 2026ની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જાણો કેમ લીધો BCCIએ આ નિર્ણય

IPL 2026: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2026 શનિવાર એટલે કે 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો અને ભાવુક નિર્ણય લીધો છે. આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની નહીં યોજવામાં આવે. આ નિર્ણયને ખૂબ મોટો માનવામાં આવી રહ્યો છે.
Admin
AdminUpdated on: 26 Mar 2026 03:49 PM IST
IPL 2026ની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જાણો કેમ લીધો BCCIએ આ નિર્ણયIPL 2026ની ઓપનિંગ સેરેમની નહીં યોજાય, જાણો કેમ લીધો BCCIએ આ નિર્ણય

IPL 2026: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2026 શનિવાર એટલે કે 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો અને ભાવુક નિર્ણય લીધો છે. આ વખતે ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની નહીં યોજવામાં આવે. આ નિર્ણયને ખૂબ મોટો માનવામાં આવી રહ્યો છે.

28 માર્ચે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલની 19મી સિઝનનો શુભારંભ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પહેલી મેચ રમાશે. પરંતુ આ મેચ પહેલાં ઓપનિંગ સેરેમની યોજવામાં આવશે નહીં. કારણ કે, ગયા વર્ષે 4થી જૂન, 2025ના દિવસે આ સ્ટેડિયમ બહાર દોડધામ થતા 11 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે RCBની વિક્ટ્રી પરેડમાં હાલત બેકાબૂ બનતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

આઇપીએલ 2026 પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સચિવનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઓપનિંગ સેરેમનીને લઈને BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે, આ વખતે ઓપનિંગ સેરેમની નહીં યોજાય.

તેમણે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ વર્ષે ટુર્નામેન્ટની શરૂઆતમાં ઓપનિંગ સેરેમની યોજાશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ગત વર્ષે થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મૃતકોને સન્માન અને શ્રદ્ધાંજલિ આપી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ એ વાતની ચર્ચા ચાલી રહી છે કે, ટુર્નામેન્ટના અંતમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી શકે છે. આ સિવાય દરેક મેચના સ્થળે કાર્યક્રમનું પણ આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેથી દર્શકોનો અનુભવ વધુ સારો બનાવી શકાય. આ અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.