ગુજરાતની ચૂંટણીને લઈને મોટા સમાચાર, ભાજપે કરી પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત; જુઓ સંપૂર્ણ યાદી



ગુજરાતની ચૂંટણીને લઈને મોટા સમાચાર, ભાજપે કરી પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત; જુઓ સંપૂર્ણ યાદી



Gujarat BJP: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી છે. સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે ગુજરાત ભાજપે પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. જેમાં ટોચના નેતાઓ સહિત મંત્રી અને અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમિતિમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
કોણ કોણ સમિતિના સભ્ય?
ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ. પ્રદ્યુમન વાજા, દર્શના જરદોશ, બાબુ બોખીરિયા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપત વસાવા, અંજુબેન વેકરીયા
વિશેષ આમંત્રિત સભ્યો
સી.આર. પાટીલ, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ અને જીતુ વાઘાણી
આમંત્રિત સભ્યો
જયશ્રીબેન પટેલ, વર્ષાબેન દોશી




