
Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં મંગળવારે સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં આશરે 1.20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

RBI Gold Value: ભારતીય રિઝર્વ બેંકના સોનાના ભંડારના મૂલ્યમાં $2 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે. RBIના તાજેતરના સાપ્તાહિક અહેવાલમાં 29 મે, 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન તેના સોનાના ભંડારના મૂલ્યમાં $2.19 બિલિયનનો ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

Gold Silver Price Crash: સોના અને ચાંદીના ભાવમાં એક દિવસમાં જબરદસ્ત ઘટાડો થયો છે. ચાંદીમાં એક જ ઝટકામાં 16,600 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે કોમોડિટી બજાર બંધ થયું ત્યાં સુધીમાં ચાંદીના ભાવમાં 16,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ 4,000 રૂપિયાનો ઘટાડો થયો હતો....

કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં મોટો વધારો કરતા તેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. બુધવારે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલરી બજારમાં ચિંતા સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સવારે 10 વાગ્યા સુધીમાં સોનાનો ભાવ 561 રૂપિયા અથવા 0.37 ટકાના વધારા સાથે 1,54,224 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજના કારોબારમાં સોનાએ 1,53,851 રૂપિયાનું નીચલું અને 1,54,243 રૂપિયાનું ઊંચું સ્તર સ્પર્શ્યું હતું.