
Ambaji Mohanthal Prasad GI Tag : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

બિહારના GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાએ વૈશ્વિક બજારમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બિહારથી પ્રથમ વખત GI-ટેગ પ્રાપ્ત મિથિલા મખાનાની 18 મેટ્રિક ટનની ખેપ દરિયાઈ માર્ગે ઓસ્ટ્રેલિયા નિકાસ કરવામાં આવી છે. આ સિદ્ધિને બિહારના ખેડૂતોની મહેનત અને રાજ્યના કૃષિ ઉત્પાદનોની વધતી વૈશ્વિક ઓળખનું ગૌરવપૂર્ણ પ્રમાણ ગણાવવામાં આવી રહ્યું છે.

દર વર્ષે 22 જુલાઈએ રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીના સ્વાદ, પોષક ગુણો તેમજ તેના સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક મહત્વને ઉજાગર કરવા માટે વર્ષ 1987માં રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

ત્રિપુરાના પ્રખ્યાત 'ક્વીન' પાઇનએપલને દેશ-વિદેશના બજારોમાં વધુ પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા ત્રિપુરા ક્વીન પાઇનએપલ ગ્લોબલ ફેસ્ટિવલ 2026ના બીજા દિવસે યોજાયેલી 'બાયર-સેલર મીટ'માં અંદાજે ₹11 કરોડના 18 લેટર ઑફ ઇન્ટેન્ટ (LoIs) પર હસ્તાક્ષર થયા હતા. આ સફળતા ત્રિપુરાના બાગાયતી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.