
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે અચાનક દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છે. તપાસ દરમિયાન રસોડામાંથી શંકાસ્પદ અને અખાદ્ય ખાદ્ય સામગ્રી મળી આવતા ફૂડ વિભાગે સ્થળ પર જ તેનો નાશ કરી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આજે વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન શહેરની જાણીતી સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ વેચતી કેટલીક પેઢીઓમાંથી મોટી માત્રામાં વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.

રાજકોટમાંથી આજે સવારે સડેલી બદામનો જથ્થો ઝડપાયો જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. યોગી ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી હરિ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પર ફૂડ વિભાગે જ્યારે અચાનક રેડ કરવામાં આવી ત્યારે તે પેઢીમાંથી સડેલી બદામ વેચાણનું મોટુ નેટવર્ક ચાલી રહ્યુ હતુ. જેની કિમત રૂ 12 લાખ થાય છે. જે જીએસટી વગર ચાલતુ હતુ.