
ફીફા વર્લ્ડ કપ 2026માં ગ્રુપ-જીની મહત્વપૂર્ણ મેચમાં ઈજિપ્તે ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવીને ઇતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં 92 વર્ષ બાદ ઈજિપ્તને પ્રથમ જીત મળી છે. ટીમની આ ઐતિહાસિક જીતમાં સ્ટાર ફૂટબોલર Mohamed Salah હીરો સાબિત થયા હતા.

અમેરિકા સામે 0-2ની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કોચ ટોની પોપોવિચે ટીમના પ્રથમ હાફના નબળા પ્રદર્શનને હાર માટે જવાબદાર ગણાવ્યું છે. તેમણે સ્વીકાર્યું કે અમેરિકાની ઝડપ અને આક્રમક રમત સામે તેમની ટીમ શરૂઆતમાં સંપૂર્ણપણે દબાણમાં રહી હતી. હવે ઓસ્ટ્રેલિયા માટે પેરાગ્વે સામેની આગામી મેચ નોકઆઉટની દૃષ્ટિએ નિર્ણાયક બની ગઈ છે.

ફિફા વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયાએ મોટો અપસેટ સર્જતા તુર્કિયેને 2-0થી હરાવ્યું છે. યુવા સ્ટાર નેસ્ટોરી ઇરાનકુન્ડા અને કોનર મેટકાફના ગોલ તેમજ ગોલકીપર પેટ્રિક બીચના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટમાં યાદગાર શરૂઆત કરી છે.