
Vadodara Navratri Festival: દરામાં યોજાયેલા CREDAI નવરાત્રી મહોત્સવમાં લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો અનોખો શપથ સમારોહ યોજાયો હતો. 75,000થી વધુ લોકોએ લોકશાહી સાથે અડગ ઊભા રહેવાનો સંકલ્પ લીધો હતો.

Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તા પક્ષ અને વિપક્ષના જનપ્રતિનિધિઓને જનહિત સાથે જોડાયેલા દરેક મુદ્દાને વિધાનસભા અને વિધાન પરિષદમાં ગંભીરતાથી રજૂ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓએ સ્વસ્થ ચર્ચા દ્વારા રાજ્યના વિકાસને વધુ ગતિ આપવામાં સરકારને સહયોગ આપવો જોઈએ. CM યોગીએ વિપક્ષી દળોને ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલે તે માટે સહકાર આપવા પણ અપીલ કરી.

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતાં જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી અને લોકોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.