Vadodara Navratri Festivalમાં લોકશાહી માટે મહાશપથ, 75 હજારથી વધુ લોકોએ લીધો સંકલ્પ



Vadodara Navratri Festival
Vadodara Navratri Festivalમાં લોકશાહી માટે મહાશપથ, 75 હજારથી વધુ લોકોએ લીધો સંકલ્પ



Vadodara Navratri Festival
Vadodara Navratri Festival: દરામાં યોજાયેલા CREDAI નવરાત્રી મહોત્સવમાં લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો અનોખો શપથ સમારોહ યોજાયો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં 75,000થી વધુ લોકોએ લોકશાહી સાથે અડગ ઊભા રહેવાનો સંકલ્પ લીધો હતો. નવરાત્રીના અંતિમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાનોને રાષ્ટ્રીય હિતની વિચારધારા સાથે જોડાવા અને લોકશાહી મૂલ્યો પ્રત્યે સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
GEN Zથી GEN X સુધીના લોકોની સહભાગિતા
આ શપથ સમારોહમાં GEN Z, GEN Alpha અને GEN X સહિત વિવિધ પેઢીના લોકોને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવાની સાથે લોકશાહી મૂલ્યો સાથે ઊભા રહેવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ડૉ. હેમાંગ જોશી અને મયંક પટેલ રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ડૉ. હેમાંગ જોશી તેમજ મહોત્સવના આયોજક મયંક પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
નવરાત્રીના અંતિમ દિવસે ભવ્ય આતશબાજી
લોકશાહી માટેના શપથ સમારોહની સાથે નવરાત્રીના અંતિમ દિવસે ગરબામાં ભાગ લેનારાઓ માટે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા, ઉત્સવ અને સામૂહિક સંકલ્પના માધ્યમથી લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વડોદરાના આ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોની સહભાગિતાએ ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક અને નાગરિક જવાબદારીનો સંદેશ પણ રજૂ કર્યો હતો.






