
ડાંગ જિલ્લામાં ઓનલાઈન શોપિંગના નામે થયેલી સાયબર ઠગાઈના કેસમાં ડાંગ સાયબર પોલીસે સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પર ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકોને છેતરતા બે આરોપીઓને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે.

વલસાડ SOGએ ડુંગરા વિસ્તારમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેનેડિયન નાગરિકોને સરકારી અધિકારી તરીકે ઓળખ આપી ડરાવી-ધમકાવી લાખોની ડિજિટલ ઠગાઈ આચરતા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત સમગ્ર રેકેટને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

ગાંધીનગરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે મોટું અભિયાન હાથ ધરતાં “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” હેઠળ કરોડો રૂપિયાના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. રાજ્યવ્યાપી આ કાર્યવાહીમાં મ્યૂલ અકાઉન્ટ નેટવર્કને ટાર્ગેટ કરીને અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અભિયાન સાયબર ગુનાઓના મૂળ સુધી પહોંચી નાગરિકોને સુરક્ષિત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.