
Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાર રવિવારે યોજાયેલા આ મહોત્સવમાં...

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો આજે 8 ઓગસ્ટે ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે.

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પવિત્ર અવસર પર આયોજિત આ મહોત્સવમાં દેશભરના કલાકારો નટરાજ મહાદેવના ચરણોમાં વિવિધ ભારતીય કલા શૈલીઓની પ્રસ્તુતિ કરી કલા આરાધના કરશે.