સોમનાથમાં ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો દિવ્ય પ્રારંભ, દેશભરના કલાકારો કરશે કલા આરાધના

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પવિત્ર અવસર પર આયોજિત આ મહોત્સવમાં દેશભરના કલાકારો નટરાજ મહાદેવના ચરણોમાં વિવિધ ભારતીય કલા શૈલીઓની પ્રસ્તુતિ કરી કલા આરાધના કરશે.
Growth Now News
Growth Now News
સોમનાથમાં ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો દિવ્ય પ્રારંભ, દેશભરના કલાકારો કરશે કલા આરાધનાસોમનાથમાં ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો દિવ્ય પ્રારંભ, દેશભરના કલાકારો કરશે કલા આરાધના

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પવિત્ર અવસર પર આયોજિત આ મહોત્સવમાં દેશભરના કલાકારો નટરાજ મહાદેવના ચરણોમાં વિવિધ ભારતીય કલા શૈલીઓની પ્રસ્તુતિ કરી કલા આરાધના કરશે.

‘વંદે સોમનાથ કલા મહોત્સવ-2026’નું આયોજન સોમનાથ ટ્રસ્ટ, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. 3 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી કુલ છ ચરણમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે સંગીત, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહોત્સવમાં દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી કૂચીપુડી, કથક, બાંસુરીવાદન સહિતની વિવિધ શાસ્ત્રીય કલા શૈલીઓના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

સોમનાથની પવિત્ર ભૂમિ પર યોજાનારા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કલા અને સંસ્કૃતિને આધ્યાત્મિક પરંપરા સાથે જોડવાનો છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી કલાકારો સોમનાથ ખાતે પોતાની કલાની પ્રસ્તુતિ કરી ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર પરંપરાને લોકો સુધી પહોંચાડશે.

આ આયોજન દ્વારા સોમનાથને માત્ર એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક તીર્થસ્થળ તરીકે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને કલાના વૈશ્વિક કેન્દ્ર તરીકે પણ વધુ મજબૂત ઓળખ અપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહોત્સવથી સ્થાનિક લોકો તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને ભારતીય કલા અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મળશે.