
Indian Navy : ભારતીય તટરક્ષક દળે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 23 સપ્ટેમ્બરે સ્વદેશમાં ડિઝાઈન અને નિર્મિત ACV H-562ને ભારતીય તટરક્ષક દળના કાફલામાં સામેલ કરાયું.

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ખિદરત ટાપુ નજીક દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ અને ASI સિસ્ટમ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. લોકેશન ટ્રેકિંગ માટે ઉપયોગમાં આવતી આ સિસ્ટમ મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.