Madhavpur Ghed:કોસ્ટ ગાર્ડની ભવ્ય બાઇક રેલી, માછીમારોને દરિયાઈ સુરક્ષાનો સંદેશ

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
Rahul Desai
Rahul Desai
Madhavpur Ghed:કોસ્ટ ગાર્ડની ભવ્ય બાઇક રેલી, માછીમારોને દરિયાઈ સુરક્ષાનો સંદેશMadhavpur Ghed:કોસ્ટ ગાર્ડની ભવ્ય બાઇક રેલી, માછીમારોને દરિયાઈ સુરક્ષાનો સંદેશ

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

31 બાઇક સાથે 62 સવારો જોડાયા: 

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલી આ બાઇક રેલીમાં કુલ 31 મોટરસાઇકલ પર 62 સવારો જોડાયા હતા. જેમાં બાઇક ચલાવનાર તરીકે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો જ્યારે પાછળ બેસનાર પિલિયન તરીકે NCC કેડેટ્સે ભાગ લીધો હતો.

31 મોટરસાઇકલ સાથે 62 સવારો જોડાયા
કોસ્ટ ગાર્ડ અધિકારીઓ અને જવાનો બન્યા રાઇડર્સ
NCC કેડેટ્સે પિલિયન તરીકે લીધો ભાગ
ધરમપુરથી શરૂ થઈ રેલી
નવીબંદર થઈને માધવપુર પહોંચી બાઇક રેલી

ધરમપુરથી શરૂ થઈ માધવપુર સુધીની સફર: 

આ વિશેષ બાઇક રેલીની શરૂઆત ધરમપુર સ્થિત કોસ્ટ ગાર્ડ રેસિડેન્શિયલ એરિયા ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી નવીબંદર થઈને માધવપુર ઘેડના દરિયાકાંઠે પહોંચી હતી. તિરંગા અને દેશભક્તિના માહોલ વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનો અને NCC કેડેટ્સે રેલી દ્વારા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી હતી.

માધવપુર કિનારે ભવ્ય સ્વાગત: 

માધવપુર દરિયાકિનારે પહોંચેલી બાઇક રેલીનું વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, માછીમાર સમાજના પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા તેમજ મહાવીર માછીમારી મંડળીના પ્રમુખ દામોદર ચામુડીયા દ્વારા કોસ્ટ ગાર્ડના અધિકારીઓનું બોટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

માછીમારોને દરિયાઈ સુરક્ષાની મહત્વપૂર્ણ માહિતી:

રેલીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન માછીમારો માટે ખાસ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને દરિયાઈ સુરક્ષા, દરિયામાં સંભવિત આપત્તિ સમયે સાવચેતીના પગલાં અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાથે દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો અને કોસ્ટ ગાર્ડ તથા માછીમાર સમાજ વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો હતો.

દેશભક્તિ સાથે સુરક્ષાનો સંદેશ:

કોસ્ટ ગાર્ડની આ બાઇક રેલી માત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, દરિયાઈ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ પણ આપી ગઈ. માધવપુરના દરિયાકિનારે કોસ્ટ ગાર્ડ જવાનો, NCC કેડેટ્સ અને સ્થાનિક લોકોની હાજરીથી દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

આ રેલી દ્વારા એક તરફ તિરંગા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો, તો બીજી તરફ દરિયાકાંઠાના માછીમારોને સુરક્ષિત દરિયાઈ મુસાફરી અને આપત્તિના સમયે સાવચેતી અંગે જાગૃત કરવામાં આવ્યા.