Get News Alerts

Never miss breaking news updates.

Amreli : જાફરાબાદના સરકેશ્વર બીચ પર સફાઈ અભિયાન, 800 કિલો કચરો એકત્ર કરાયો

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 07:27 PM IST
Amreli : જાફરાબાદના સરકેશ્વર બીચ પર સફાઈ અભિયાન, 800 કિલો કચરો એકત્ર કરાયોAmreli : જાફરાબાદના સરકેશ્વર બીચ પર સફાઈ અભિયાન, 800 કિલો કચરો એકત્ર કરાયો

Amreli

Amreli : અમરેલી જિલ્લાના જાફરાબાદના સરકેશ્વર બીચ પર આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવ દ્વારા યોજાયેલા આ અભિયાનમાં કોસ્ટ ગાર્ડ સહિત વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આદિત્ય બિરલા સ્કૂલના 55 વિદ્યાર્થીઓ સામેલ થયા

સફાઈ અભિયાનમાં મરીન પોલીસ, સ્ટેટ પોલીસ, સિન્ટેક્સ અને અલ્ટ્રાટેકના સ્વયંસેવકો પણ જોડાયા હતા. આ ઉપરાંત જાફરાબાદ સ્કૂલના 40 અને આદિત્ય બિરલા સ્કૂલના 55 વિદ્યાર્થીઓએ પણ અભિયાનમાં ભાગ લઈને દરિયાકાંઠાની સફાઈમાં યોગદાન આપ્યું હતું.

800 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો

અભિયાન દરમિયાન સરકેશ્વર બીચ પરથી આશરે 800 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકો દ્વારા દરિયાકાંઠા પર ફેલાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્ર કરીને બીચને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'સ્વચ્છ દરિયાકાંઠો, સ્વચ્છ સમુદ્ર અને ટકાઉ ભવિષ્ય'નો સંદેશ આપવામાં આવ્યો હતો. દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને દરિયાકાંઠાની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દરિયાઈ પર્યાવરણની જાળવણીને સામૂહિક જવાબદારી ગણાવી

અભિયાન દરમિયાન ICGS પીપાવાવના કમાન્ડર સુભાષ કપૂર સહિત કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ અને સ્વયંસેવકોએ દરિયાઈ પર્યાવરણની જાળવણીને સામૂહિક જવાબદારી ગણાવી હતી. આ અભિયાનના માધ્યમથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં દરિયાકાંઠાની સ્વચ્છતા તેમજ દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Vadodara : મકરપુરા ધોરણ 10ની વિદ્યાર્થીનીનો આપઘાત મામલો, મૃતક વિદ્યાર્થીનીના મિત્રોની પણ થશે પૂછપરછ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.